Wednesday 20, August, 2014
Headlines: પાટણ : ઐતિહાસિક પાટણ નગરના આંગણે ગુરુવારે ૧૪ ઓગસ્ટે નવો ઇતિહાસ સર્જા‍શે. જેમાં સદીઓ પછી પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવ સોલંકીની પ્રતિમાનું અનાવરણ થશે. ઐતિહાસિક ઘડીને સાકાર કરવાનો લ્હાવો મુખ્યદાતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને રાજ્યનાં પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળશે. આ સાથે પ્રથમવાર નગરના અને જિલ્લાના રહીશો પ્રતાપી રાજવીની પ્રતિમાના દીદાર કરી શકશે. બુધવારે પ્રતિમા સ્થાપિત કરવા માટેની પીઠીકાની અંતિમ તબક્કાની ગતિવિધિઓ હાથ ધરાઇ હતી. પાટણ નરેશ પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા શહેરમાં અને બીજે ક્યાંય ન હોવાથી અત્રે સ્થાપિત કરવા માટે વર્ષોથી ઇતિહાસપ્રેમીઓ દ્વારા માંગ થઇ રહી હતી જેના અનુસંધાને રાજપૂત સમાજ દ્વારા ૨૦૦૧માં પાટણ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. તે પછી પણ રજૂઆતોનો દોર ચાલ્યો હતો. જેના પરિણામરૂપે ગયા વર્ષે નગરપાલિકા દ્વારા બગવાડા ચોકમાં જગ્યા ફાળવી હતી જ્યાં ગુરુવારે સાંજના ૬-પ૦ કલાકે પ્રતિમાનું અનાવરણ થનાર છે. બુધવારે પીઠીકાનુ અંતિમ તબક્કાનુ કામકાજ હાથ ધરાયું હતું. જયપુર રાજસ્થાન ખાતે તૈયાર થયેલી પ્રતિમા પાટણ આવી પહોંચ્યા બાદ તેની સ્થાપના આ પીઠીકામાં કરવામાં આવશે. બુધવારે પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડ તેમજ અન્ય પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
 

Contact Person : KETAN PATEL (98242 28882)
MAHESH PATEL (97149 73377)

Patan Reporter : ZAKIR SIDDI (Radhanpur - 97145 01856)
CHETAN RAMI (Patan - 97145 01862)
MAULIK DAVE (Patan - 97145 01862)

Office : Phone (02766 2238222)
FAX (02766 227322)
Mobile (97145 01860)

Sky News Address : SKY TELE FILM
4Th floor round wing,
Tirupati market B/H.S.T.stand
Patan 384 265
Email : skynewspatan@gmail.com

Sky Net Address : 17/A,PALIKA BAZAR, RAJ MAHEL ROAD, PATAN 384 265

 


 •  Sky news 18-8-2014_2

  1/6
 •  News 18-8-2014_1

  2/6
 • 3/6
 • 4/6
 • 5/6
 • જે.બી વોરા

  6/6